-->
વર્ષ 2020માં ઘણી વિચિત્ર વસ્તુ જોવા મળી છે. એવામાં અમેરિકાના મેક્સિકોમાં ભારે વરસાદ પછી 22 ટન કચરામાંથી લોકોને એક વિશાળકાય ઉંદર જોવા મળ્યો હતો. આ ઉંદર એટલો મોટો હતો કે, લોકોને એકવાર તો તેના પર વિશ્વાસ જ થયો નહીં. આ ઉંદર માણસ કરતાં પણ ખૂબ જ મોટો હતો. મહત્ત્વનું છે કે, એક વ્યક્તિએ આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો, પણ થોડાં સમય પછી તે ઉંદરનું સત્ય સામે આવ્યું અને આખી ઘટના સમજાઈ હતી.
આ રહસ્યમય ઉંદર મેક્સિકોની એક ગટરમાંથી નીકળ્યો હતો. મેક્સિકોમાં થોડાં સમયથી ભારે વરસાદ થઈ રહ્યો હતો. આ દરમિયાન શહેરની મુખ્ય ગટર જામ થઈ ગઈ હતી.
ગટર જામ થતાં સફાઈ કર્મચારીએ તેને સાફ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ગટરમાંથી 22 ટન કચરો મળ્યો હતો. આ દરમિયાન કચરાના ઢગલાની અંદર અચાનક લોકોની નજર એક વિશાળકાય ઉંદર પર પડી હતી.
આ ઉંદર ખૂબ જ મોટો હતો. તે ભારે વરસાદ પછી શહેરની ગટરમાં ફસાઈ ગયો હતો. જ્યારે મેક્સિકોના વર્કર્સની નજર ઉંદર પર પડી ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયાં હતાં.
જોકે, આ ઉંદર નકલી હતો. જે એક મોટું હૈલોવીન પ્રૉપ હતું. એટલે કે, નકલી ઉંદર હતો. જે ભારે વરસાદમાં અહીં સુધી પહોંચ્યો પછી ગટરમાં ફસાઈ ગયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, પહેલીવાર જોતાં જ લોકોએ આને અસલી ઉંદર માની લીધો હતો. કેટલાંક લોકોએ કહ્યું, ‘આવડો મોટો ઉંદર જોઈ તેમને હેરાની થાય છે.’
આ ઉંદરના અસલી માલિકની પણ ઓળખ થઈ ગઈ છે. એવલિન લેપોઝે કહ્યું કે, ‘એક વર્ષ પહેલાં ભારે વરસાદમાં તેમનો આ ઉંદર ખોવાઈ ગયો હતો, પણ હવે તે મળી ગયો છે.’
ઉલ્લેખનીય છે કે, UKમાં સસલાના આકારના ઉંદરે ખૂબ જ હાહાકાર મચાવ્યો છે. પ્રજનન કર્યાં પછી તે ઘર, રેસ્ટોરાં અને આસપાસના વિસ્તારના લોકોને હેરાન કરી રહ્યાં છે.
All rights reserved Edufunzone -
Designed & Developed with by www.edufunzone.xyz