-->
કોરોનાની રસી ફેબ્રુઆરી સુધીમાં આવી જવાની શક્યતા છે. ત્યારે ભારત સરકારે ગુજરાત સહિત તમામ રાજ્યોના ડોક્ટર સહિત પેરામેડિલ સ્ટાફ અને હેલ્થ વર્કર્સના ડેટા મગાવ્યા છે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન પર કામ કરતા તમામને કોરોનાની રસી આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે કેન્દ્ર સરકારે જારી કરેલી 18 પાનાંની ગાઈડલાઈન્સ રાજ્ય સરકારને મોકલાવી છે, જેમાં આધાર કાર્ડ વિના કોઈને પણ રસી નહીં આપવાનો ઉલ્લેખ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફ, હેલ્થ વર્કર મળી કુલ 50 હજાર હેલ્થ સ્ટાફના ડેટા તૈયાર કરાયા છે, જેમને પહેલા તબક્કામાં રસી અપાશે.
All rights reserved Edufunzone -
Designed & Developed with by www.edufunzone.xyz